ટંકારા : ટંકારા તાલુકાના લજાઇ ગામમાં કૂવામાં પડી જતા આધેડનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમ ક્લબ-૩૬ ની બાજુમાં લીંબાભાઈ પરસોતમભાઈ મસેતાની વાડીમાં રહેતા રમેશભાઇ પરસોતમભાઈ કગથરા (ઉ.વ.૫૦. મુળ.રહે. શાપર તા.જી. જામનગર) ગઇકાલે તા. ૧૬ ના રોજ વાડીમા આવેલ પાણી ભરેલ કુવાના કાંઠે પાણીની મોટર ચાલુ કરવા જતા અકસ્માતે કુવામા પડી જતા તેનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.