ટંકારા રોડ ઉપર ચેકિંગ દરમિયાન ચાર રેતી ભરેલ ડમ્પર અને ઝડપી પાડતું ખાણ ખનીજ વિભાગ.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં અકસ્મિક રોડ ચેકિંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા બિન અધિકૃત રીતે સાદી રેતી ભરીને જતા ચાર ડમ્પર ને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી વધુ માહિતી મુજબ ખાણ અને ખનીજ વિભાગના મોરબીના ભૂસ્તરશાસ્ત્રી શ્રી જે એમ વાઢેર સાહેબ ની સૂચના મુજબ રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી રવિભાઈ કરણસાગરા તથા મિતેશભાઈ ગોજીયા દ્વારા મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આકસ્મિક રોડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે બીન અધિકૃત રીતે સાદી રહેતી ભરેલ ડમ્પર રજી. નંબર (1) GJ10TY4757 (2) GJ10TY6408 (3) GJ03BY9603 તથા (4)GJ10TY0063 ને ઝડપી પાડવામાં આવ્યા છે આમ કુલ આશરે 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તમામ ડમ્પર વાહનોને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરી મૂકવામાં આવેલ હતા. ઉપરાંત નિયમ મુજબ દંડનીય રકમ વસૂલવાની કામગીરી હાથ કરવામાં આવી છે.