ટંકારા : ટંકારા તાલુકાનાલજાઇ ગામ પાસે રૂપીયા આપવાની બાબતમાં તમે વચ્ચે શા માટે પડો છો કહી યુવક ઉપર બે શખ્સોએ હુમલો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ ટંકારા તાલુકા પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નસીતપર ગામના રહેવાસી પ્રાણજીવનભાઇ મગનભાઇ વિરસોડીયા (ઉ.વ.૪૮ ) એ આરોપીઓ ગોપાલભાઇ ભટ્ટ તથા મેરૂભાઇ રામજીભાઇ ભુંભરીયા (રહે-વિરપર તા.ટંકારા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તા.૨૬ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યાના અરસામા લજાઇ ગામ વડવાળા હોટલ નજીક આરોપીઓએ ફરીયાદીને તેના ફઇબાના દિકરાના શેડના સાટાખતના રૂપીયા આપવાની બાબતમાં તમે વચ્ચે શા માટે પડો છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગાળા ગાળી કરી લાકડાના ધોકા વડે પગમાં તથા હાથમાં માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી વિરુદ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.