ટંકારા: મોરબી-રાજકોટ હાઇવે પર લજાઈ નજીક ઓનેસ્ટ હોટલ સામે ઈકો કારે હડફેટે લેતાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની કાર ચાલક વિરૂધ્ધ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટનાં રહેવાસી કમલેશભાઈ રવિશંકરભાઈ ખંભોળિયાએ આરોપી ઈકો સ્પોર્ટ કાર નં- GJ-36-F-3132નાં ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ જુનનાં રોજ ફરિયાદી તથા તેની સાથેના વ્યક્તિ પોતાના ધંધાનું કામ પૂર્ણ કરી મોરબીથી રાજકોટ પરત આવતા હોય તે દરમ્યાન લજાઈ ગામ નજીક ઓનેસ્ટ હોટલ સામે આરોપી ઈકો સ્પોર્ટ કારનાં ચાલકે ઈન્ડીકેટર ચાલુ રાખ્યા વગર અને કોઈ સાઈડ એલર્ટનો ઈશારો કર્યા વગર હોટલમાંથી રોડ ક્રોસ કરી રોડ પર ફરિયાદી તથા સાથેના વ્યક્તિ સાથે અકસ્માત સર્જી ફરિયાદીને જમણા પગમાં મુંઢ ઈજા તથા માથાનાં પાછળનાં ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા કરી હતી તો સાથેના વ્યક્તિને પગમાં તથા ખંભામાં ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસે ફરીયાદ પરથી આરોપી કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.