(અહેવાલ: ઘવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા: કોરોના વાયરસની બીજી લહેરે મોરબી જિલ્લામાં તરખાટ મચાવ્યો છે. ત્યારે આજે ટંકારા પોલીસે માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફ્ટકારવાને બદલે માસ્કનું વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ લોકોને ઘર બહાર નીકળતી વખતે ફરજિયાત માસ્ક પહેરવું તથા સોશિયલ ડીસ્ટન્સના નિયમનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા.

જેમાં ટંકારા પોલીસ દ્વારા આજે લતીપર ચોકડી ખાતે કોરોના મહામારી સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે સીપીઆઇ આઈ.એમ.કોંઢીયાની હાજરીમાં માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફટકારવાને બદલે માસ્કનું વિતરણ કરી ડરથી નહી પરંતુ પરીવારની પરવાહ કરવા સોશિયલ ડિસ્ટનસિંગ પાલન કરવા લોકોને સમજાવ્યા હતા.