(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
મોરબી જિલ્લામાં કોરોના કહેર બેકાબૂ બન્યો છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા સાવચેતીના ભાગરૂપે અનેક સંસ્થા આગળ આવીને માસ્ક અને સેનિટાઇઝર વિતરણ કરી રહી છે. ત્યારે સામાન્ય નાગરિકને દંડતી પોલીસ દંડ ઉઘરાવવના બદલે કોરોના સંક્રમણને અટકાવવા જાગૃતિના પ્રયાસો સાથે નિઃશુલ્ક માસ્ક વિતરણ કરી રહી છે.

જેમાં ટંકારાની લતીપર ચોકડી ખાતે પોલીસ દ્વારા માસ્ક લેવડ-દેવડ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ વિભાગ દ્વારા દાતા દ્વારા પોલીસને માસ્ક સેનિટાઈઝર હેનડવોસ મળ્યા એ બધુ પબ્લિકને જરૂરીયાતમંદને વિના મૂલ્ય આપવામાં આવી રહ્યું છે. હમેશા દંડ ઉધરાવતી પોલીસ દ્વારા પ્રજા માટે જહેમત ઉઠાવી આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. અને લોકોને કોરોના સામે સાવચેતી રાખવા તથા માસ્ક પહેરવા, સેનિટાઈઝરથી વારંવાર હાથ સાફ કરવા અપિલ કરવામાં આવી છે.