ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા દિલીપભાઈ અમરશીભાઈ જાદવ (ઉ.વ.૪૨) એ આરોપી વિપુલ પ્રવિણભાઇ જાદવ, ભગો પ્રવિણભાઇ જાદવ તથા સુનિતાબેન પ્રવીણભાઈ જાદવ રહે. બધા સજનપર ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૫-૨૦૨૪ ના રોજ રાત્રીના અગ્યારેક વાગ્યાના અરસામાં ફરીયાદિના દિકરો દિપ મોટરસાયકલ લઇને આરોપીઓની શેરીમાંથી નીકળતા આરોપી વિપુલ અને ભગાને સારૂ નહિ લાગતા ફરીયાદિના દિકરાને શેરીમાંથી નિકળતો નહીં તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી બંનેએ ઢીકાપાટુનો માર મારી શેરીમાથી મોટરસાયકલ લઇને નીકળીશ તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી તથા આરોપી સુનીતાબેનએ ફરીયાદિના ઘરે આવી ફરીયાદિના પત્ની અને દિકરાને ગાળો આપી હોવાની ભોગ બનનાર દિલિપભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વિપુલભાઈ પ્રવિણભાઇ જાદવ (ઉ.વ.૨૪) એ આરોપી ઉષાબેન દિલીપભાઈ જાદવ તથા ઉષાબેનના સાસુ શાંતાબેન અને દિલીપભાઈ અમરશીભાઈ જાદવ રહે. સજનપર તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૫-૨૦૨૪ ના રોજ ફરીયાદી તથા ભાવિનભાઇ તથા સુનીતાબેન આરોપી ઉષાબેનને તેમના દિકરા દિપને શેરીમા મોટકસાયકલ ધીમુ ચલાવવા બાબતે સમજાવવા જતા આરોપી ઉષાબેને ફરીયાદિને એક જાપટ મારી ધકકો મારી જમીન પર પાડી દઇ મુંઢ ઇજા કરી તથા આરોપી ઉષાબેન તથા શાંતાબેનએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી દિલિપભાઈએ ફરીયાદિના ઘર પાસે શેરીમા જઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર વિપુલભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
