Friday, April 11, 2025

ટંકારા ના મેઘપર ઝાલા ગામે વાડીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની સીમમાં આવેલ વાડીમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના મેઘપરઝાલા ગામની સીમમાં અજયસિંહ ઝાલાની વાડીની બાજુમાં હોકળાના કાંઠે ખૂલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.૩૪ રહે. મેધપરઝાલા તા.ટંકારા, નંદલાલભાઇ કેશવજીભાઇ સવસાણી ઉ.વ.૬૦ રહે. હીરાપર તા. ટંકારા રમણીકલાલ હરજીવનભાઇ રામાનુજ ઉ.વ.૬૨ ધંધો રહે. ટંકારા સરદારનગર સોસાયટી તા. ટંકારા, સહદેવસિંહ ચંદુભા જાડેજા ઉ.વ.૫૧ રહે. પડધરી બસ સ્ટેશન સામે વાલજીભાઇપાર્ક સોસાયટી, વલ્લભભાઇ રામજીભાઇ તરપદા ઉ.વ.૪૫ રહે. મોવૈયા તા.પડધરી જી.રાજકોટવાળાને રોકડા રકમ રૂપિયા ૫૦૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,501,796

TRENDING NOW