મોરબીના ટંકારા તાલુકાના મીતાણા ચોકડી નજીકથી વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તે એક શખ્સ દેશી હાથ બનાવટના તમંચા સાથે મળી આવ્યો હતો ત્યારે એસ ઓ જી ની ટીમે તેને ઝડપી પાડી ટંકારા પોલીસને હસ્તગત કર્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાંથી અવારનવાર દેશી તમંચા સાથે ઈસમો ઝડપાતા જોવા મળી રહ્ય છે ત્યારે ટંકારા તાલુકાના મિતાણા ચોકડીએથી વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તા પરથી આરોપી વિશાલભાઈ ભીમજીભાઈ આદ્રેશા (ઉ.વ.૨૪) રહે. હાલ ઇબીજા વાંકાનેર હાઈવે ભાયાતી જાંબુડીયા ગામ પાસે તા. વાંકાનેરવાળા પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૦૧ કિં રૂ. ૧૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી એસઓજી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી),એ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.