ટંકારા તાલુકાના ગજડી ગામે વાડીમાં રહી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની દસ વર્ષની બાળકીનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોય ત્યારે પરિવાર દ્વારા ઘરમેળે તપાસ કર્યા બાદ આ બાબતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ફરિયાદના આધારે બાળકીને શોધી કાઢવા માટે ચક્ર ગતિમાન કર્યા છે.
અત્યારે જો આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ટંકારા તાલુકાના ગજડી ગામે ખેત મજૂરી કામ કરતા અને મૂળ મહીસાગર જિલ્લાના ડોળી ગામના રહેવાસી રાયસીંગભાઇ ધીરાભાઈ સિસોદિયા તેઓ પોતે ગજડી ગામે દેવદાનભાઈ રવાભાઈ ડાંગરની વાડીએ ખેત મજૂરી કરતા હોય ત્યારે તેમની 10 વર્ષની બાળકી ગત તારીખ 10 જુન 2024 ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસાથી ગુમ થઈ ગયેલ હોય બાદ કોઈ અજાણ્યો શખ્સ બાળકીનું અપહરણ કરી ગયો હોય તેવી શંકા થતા ઘર મેળે તપાસ કરતા બાળકી ન મળી આવતા આ કામના ફરિયાદી રાયસીંગભાઇએ ટંકારા તાલુકા પોલીસ મથકમાં અજાણીયા ફરિયાદ નોંધાવી છે.