Thursday, April 24, 2025

ટંકારા નજીક આવેલ ઉમંગ એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં જુગાર રમતા 6 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

ટંકારા-રાજકોટ રોડ લતીપર ચોકડી પાસે આવેલ ઉમંગ એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીને રૂ.૭૨,૩૦૦ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબીએ ઝડપી પાડ્યા છે.

મોરબી એલસીબીની ટીમ જિલ્લામાં પ્રોહી તથા જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા અંગે પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન એલ.સી.બી. ના પો.હેડ કોન્સ. સંજયભાઇ મૈયડ તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલાને અગાઉથી ચોકકસ હકિકત મળેલ કે, રોહીતભાઇ અમરશીભાઇ, ટંકારા રાજકોટ રોડ લતીપર ચોકડી પાસે, આવેલ પોતાના કબજા ભોગવટા વાળા ઉમંગ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોર્લીસનો જુગાર રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.

આ હકિકત આધારે આજે તે જગ્યાએ એલસીબીએ રેઇડ કરતા આરોપીઓ રોહીતભાઇ અમરશીભાઇ ડાકા (રહે.જીવાપર), મનોજ પ્રાગજીભાઇ ફેફર (રહે.જબલપુર), દિપક રાણાભાઇ ઝાપડા (રહે.ભરવાડ વાસ ટંકારા), બીપીન અમરશીભાઇ ચૌધરી (રહે.લખધીરગઢ), ઉમેશ ભીખાભાઇ બાબરીયા (રહે.તાલુકા પંચાયત સામે ટંકારા), ભુપતભાઇ છગનભાઇ ધોડાસરા (રહે.રાજનગર હનુમાનમંદિર વાળી શેરી મોરબી)ને રોકડ રૂપીયા રૂ.૭૨,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આ છ આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો જીસ્ટર કરાવ્યો છે.

Related Articles

Total Website visit

1,502,266

TRENDING NOW