(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ મહામારીનું સંક્રમણ અટકાવવા દુકાનો બપોર પછી બંધ રખાઇ છે. લોકો સ્વૈચ્છિક રીતે જરૂરી વગર અવર જવર ટાળી રહેલ છે. સ્વૈચ્છિક લોકડાઉંન રાખી રહેલ છે.
ધ્રુવનગરમાં શ્રી ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્રુવનગર તથા રાજાવડ ગામના લોકોને માસ્ક તથા સેનીટાઇઝર વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. દેવકરણભાઈ ભટાસણા તથા રાજેશભાઈ ભટાસણા દ્વારા 2000 થી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે લોકોને આ માસ્કનો વધુમાં વધુ ઉપયોગ કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપિલ કરવામાં આવી હતી.
