(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા તાલુકા પંચાયત ખાતે કારોબારી અધ્યક્ષ અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામા આવી હતી. જેમાં લેવા પાટીદાર સમાજના યુવા ઉદ્યોગપતિ અરવિંદભાઇ દુબરીયા કારોબારી અધ્યક્ષ તરીકે બિનહરીફ નિમણૂંક કરવામાં આવી છે. અને ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયા અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ કિરીટભાઈ અંદરપા, તાજા ચૂંટાયેલા એપીએમસીના ભવનભાઈ ભાગ્યા, પ્રભુભાઈ કામરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પરભુભાઈ કામરીયા, ઉપપ્રમુખ નિમુબેન ડાંગર, રૂપસિંહ ઝાલા, જયપાલસિંહ ભગીરથ તાલુકા પંચાયતના સદસ્યો જગદીશભાઈ દુબરીયા ગણેશભાઈ નમેરા, પ્રવીણભાઈ લો, હરેશભાઇ ઘોડાસરા હાજર રહ્યા હતા.
