Friday, April 11, 2025

ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ તરીકે જયંતિભાઈ ધોળકિયા ની વરણી

Advertisement
Advertisement
Advertisement

આજરોજ મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખશ્રી મનસુખભાઈ વાઘેલા દ્વારા તેમજ અતિથિ વિશેષ આમંત્રિત તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી કાર્યકારી પ્રમુખશ્રી રાજુભાઈ આહીરની હાજરીમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કોંગ્રેસ ઓબીસી પ્રમુખ તરીકે જયંતીભાઈ જી ધોળકિયાની વરણી કરવામાં આવેલ છે. તેમજ ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી સમિતિના અલગ અલગ ગામના તમામ હોદ્દેદારો જેમકે ઉપપ્રમુખો મહામંત્રીઓ મંત્રીઓ સહમંત્રીઓ તમામની વરણી હોદાઓ અર્પણ કરવામાં આવેલ છે આવનારા સમયમાં ઓબીસી સમાજને થતા અન્યાયો તેમજ રાજકીય હિસ્સેદારીમાં પોતાનું સંગઠન મજબૂત બનાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હાથ મજબૂત બનાવવા તમામ રણનીતિઓમાં સામેલ રહીને ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા વિધાનસભા લોકસભા જેવી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષનો વિજય અપાવવા સંકલ્પ કરવામાં આવેલ છે જય ભારત જય હિન્દ

Related Articles

Total Website visit

1,501,795

TRENDING NOW