મોરબી જિલ્લામાં ઠેર-ઠેર ગંદકીના ગંજના કારણે મેલેરીયા તથા ડેન્ગ્યુના કેશમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ટંકારા તાલુકામાં પણ ડેન્ગ્યુના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જેથી ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ મોરબી ડીડીઓને રજુઆત કરી આરોગ્યલક્ષી પગલા ભરવા રજુઆત કરી હતી.
તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, ટંકારા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો ખૂબ જ વધી રહ્યા છે. તેમજ હાલ ચોમાસાની સિઝન પૂરી થવાના આરે છે. ત્યારે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યૂએ માથુ ઉંચક્યું છે. અને દિન-પ્રતિદિન ડેન્ગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેથી ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરવા તથા ડેન્ગ્યુના કેસો અટકાવવા આરોગ્યલક્ષી તકેદારી પગલાં ભરવા અંગે રજુઆત કરી છે.