ટંકારા પીજીવીસીએલ કચેરીના નાયબ ઈજનેર સોજીત્રાની આગેવાની હેઠળ હાલમાં પ્રિ-મોન્સૂન કામગીરી પુરજોશમાં શરુ કરવામાં આવી છે. અને જર્જરિત થાંભલા, વાયરો, વૃક્ષ કટીંગથી લઈ અન્ય મહત્વપૂર્ણ કામગીરીની સાથે અધિકારી પનારા પણ કચેરીને મળતી ફરિયાદ અને નિકાલ માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
બીજી બાજુ ટંકારા તાલુકા પંચાયતની પાછળથી લઈ છેક ખિજડીયાના વોકળાને સ્વચ્છ બનાવવા ગુજરાતના મહામહિમ રાજ્યપાલના બે વર્ષ પહેલાના આદેશને પણ ઝાડી ચામડીના તંત્રએ જાણે કચરા પેટીમાં નાખી દીધો હોય એમ આજદિન સુધી આ કામગીરી કરવામાં આવી નથી. કુદરતી આપતિ વેળાએ એનજીઓ સંસ્થા સાથે સંકલન પણ આ કર્મનિષ્ઠ તંત્ર કરતુ ન હોય મદદ કરતા લોકોને કાયમ વસવસો રહે છે અને માત્ર કાગળ ઉપર સબસલામતનુ ગાણું ગવાઈ છે. વરસાદ માપક યંત્રને લઈને પણ અનેક રજુઆતો આ બહેરૂ તંત્ર સાંભળતું ન હોય ટંકારાને કાયમી અન્યાય અને પારાવાર નુકસાન વેઠવું પડે છે.