ચુંટણી સમયે બિલાડીના ટોપની જેમ ફાટી નિકળતા કહેવાતા રાજકીય આગેવાનો અને ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ગ્રામપંચાયત પાણી પ્રશ્ને ચુપ કેમ..?
(અહેવાલ: રમેશ ઠાકોર) ટંકારા તાલુકાના હડમતીયા ગામનો પાણી પ્રશ્ન વિકરાળ બનતો જાય છે ત્યારે પશુઓ માટે પાણીના પિયાવા ખાલીખમ પડ્યા છે તેમજ ગ્રામજનોને પુરતું પાણી પીવા માટે નથી મળી રહ્યુ ત્યારે ગ્રામપંચાયત કે સભ્યો દ્વારા ક્યારેય પણ રજૂઆતો વહિવટીતંત્રને કરેલ ન હોવાથી તેનું પરિણામ ગ્રામજનોને ભોગવવું પડી રહ્યું હોવાથી અને ચુંટણી સમયે કહેવાતા રાજકીય આગેવાનો તેમજ તાજેતરમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન ન આપતા અંતે ગામ લોકોએ આ બાબતે સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા અને પ્રવિણભાઈ મેરજાને જણાવતા તત્કાલિન અસરથી રબરુ ટંકારા ટીડીઓશ્રીને મળીને પાણી પ્રશ્ને ધારદાર રજૂઆત કરતાં લોકોના પ્રશ્ન માટે હંમેશા એકટીવ રહેતા ટંકારા ટીડીઓ નાગાજણ તરખાલાને સામાજિક કાર્યકરની વાતમાં તથ્ય જણાતા અને ખાત્રી આપતા ઓન ધ સ્પોર્ટ્સ લેટર કરી પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર ને મોકલી આપ્યો હતો.
અને નકલ રવાના પ્રાંત અધિકારીને મોકલી આપેલ છે. વહિવટીતંત્રને નર્મદાના એરવાલ થી લજાઈ સંપ સુધી ઈન્ડસ્ટ્રીઝમાં કે અન્ય ગેરકાયદેસર પાણીના જોડાણ તત્કાલિન અસરથી પોલિસ પ્રોટેક્શન રાખી દુર કરવા જણાવેલ હવે આગળ જોવાનું રહ્યુ કે તંત્ર આવા ગેરકાયદેસર કનેક્શનો પર તવાઈ બોલાવે છે કે નહીં એતો સમય જ બતાવશે વધું કે લજાઈથી હડમતિયા સુધી પંચાયતની જવાબદારી બનતી હોવાથી ગ્રામપંચાયત કેટલા અંશે આવા કનેક્શનો પર તવાઈ બોલાવીને દુર કરે છે તે જોવાનું રહ્યું. આગામી સમયમાં ગામનો પાણી પ્રશ્ન હલ નહીં થાય તો બેડા યુદ્ધ શરુ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.