ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા રૂક્ષ્મણીબેન પ્રભુભાઈ બરાસરા (ઉ.વ.૭૧) આરોપી હરજીભાઈ લીંબાભાઈ બરાસરા તથા અશોકભાઈ બચુભાઈ બરાસરા તથા વિવેક અશોકભાઈ બરાસરા રહે. ત્રણે સજનપર ગામ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા અશોકભાઈ અને ભરતભાઈને અગાઉ ગામમા રહેતા આરોપી હરજીભાઈ સાથે ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદી તેની વહું સાથે મંદીરેથી ઘરે જતા હતા તે વખતે આરોપી હરજીભાઈ ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ ગાળો નહિ આપવાનુ કહેતા આરોપી ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને ધક્કો મારી જમીન પર પછાડી દઈ એક લાત મારી આજતો જાનથી મારી નાખવી છે તેમ કહી ધમકી આપી તેમજ થોડીવાર બાદ આરોપી અશોકભાઈ તથા વિવેક એ ફરીયાદીના ઘર પાસે આવી બધાને ગાળો આપી બધાને જોય લેવા છે તેમ ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.