ટંકારા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે જોધપર ઝાલા ગામેથી આ કામના આરોપીના રહેણાંક મકાનમાંથી 82 બોટલ વિદેશી દારૂની ઝડપી પાડવામાં આવી છે ત્યારે તેના વિરુદ્ધ પ્રોહીબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે જોધપર ઝાલા ગામે આરોપી જયપાલસિંહ ખુમાનસિંહ ઝાલાના રહેણાંક મકાને રેઇડ કરી હતી તે દરમ્યાન ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી કુલ 82 નંગ રૂ. 27,880નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમજ આરોપી જયપાલસિંહ ઘરે હાજર ન મળતા પ્રોહીબિશન ધારા મુજબની કાર્યવાહી કરવામાં આવી છે.