Tuesday, April 22, 2025

ટંકારા તાલુકાના છતર ગામેથી ટ્રેક્ટર અને ટ્રોલી ની ચોરી

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના છતર ગામેથી કોઈ અજાણ્યો ઈસબ ટ્રેક્ટર તેમજ ટ્રોલી ઉઠાવી ગયો હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ કરવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ ક્રિષ્ના સ્કુલવાળી શેરી ઓમકાર પેલેસ બ્લોક નં -૬૦૨મા રહેતા જયેશભાઇ અમરશીભાઈ પનારા (ઉ.વ.૪૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૪-૨૦૨૪ થી ૨૮-૦૪-૨૦૨૪ ના દરમ્યાન અજાણ્યા આરોપીએ આ કામના ફરીયાદીની માલીકીનુ મેસી કંપનીનુ ટ્રેકટર રજીસ્ટર નં-જી.જે- ૩૬-એ.સી. -૯૫૪૩ કિ.રુ.૨,૫૦,૦૦૦/- તથા ટ્રોલી કિ.રુ.૫૦,૦૦૦/- એમ કુલ કિ.રુ.૩,૦૦,૦૦૦/- વાળુ ટ્રેકટર-ટ્રોલી ખુલ્લા મેદાનમાથી ચોરી કરી લઈ ગયો હતો જેથી ભોગ બનનાર જયેશભાઇએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW