ટંકારા તાલુકાના છતર ગામે ડેમમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારાનાં છતર ગામની સીમમાં વાલાસણ ગામ જવાના રસ્તે ડેમી-૧ (મીતાણા ડેમ) માં બાબુભાઇ હમીરભાઇ સેવાર (ઉ.વ.૩૦, રહે છત્તર તા. ટંકારા) નાહવા માટે પડતા અકસ્માતે ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મોત નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.