(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા ખાતે કોરોના કેર સેન્ટર શરૂ કરવા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઇ વામજાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.
તેમણે લેખિત રજૂઆત જણાવ્યું છે કે, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે ટંકારા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ખુબજ કેસો વધી છે. અને સારવાર માટે મોરબી જવું પડતું હોય છે. પરંતુ ત્યાં પહોંચે ત્યારે મોરબીમાં પણ કોઈપણ હોસ્પિટલમાં જગ્યા હોતી નથી હોતી. અંતે રાજકોટ કે જામનગર ખાતે સારવાર માટે જવું પડતું હોય છે. તો લોકોની માંગ છે કે ટંકારામાં 100 બેડની કોરોના કેર સેન્ટર તત્કાલ શરૂ કરી લોકોની હાલાકી દુર કરવા રજૂઆત કરી છે.