ટંકારામાં કુલીયા હનુમાનજી મંદિર ખાતે સંધિવા (આર્થરાઈટીસ)ના નિષ્ણાંતનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કન્સલ્ટન્ટ રૂમેટોલોજીસ્ટ ડીએનબી મેડિસીન (મુંબઈ), ફેલો ઈન રૂમેટોલોજી (બેંગ્લોર)થી ટ્રેનિંગ લીધેલ ડો.ઈશિતા શાહ (કિંજલ નર્સિગ હોમ-રાજકોટ) સંધિવાને લગતા લક્ષણો અંગે અભિપ્રાય આપશે. આ કેમ્પ આગામી તા.1 ઓગષ્ટને રવિવારના રોજ સવારે 9 થી બપોરના 2 કલાક સુધી ટંકારાના કુલીયા હનુમાન મંદિર ખાતે યોજાશે.
આ કેમ્પમાં કોરોના ઇન્ફેક્શન પછી સાંધામાં દુખાવો થવો, સોજો આવવો, મસલ્સમાં દુખાવો, હાથ-પગના નાના મોટા સાંધાઓમાં સોજો આવવો અથવા લાલ ગરમ થઈ જવા, સવારે ઉઠીને સાંધાઓ શરીર જકડાઈ જવું, પડખું ફરવામાં તકલીફ પડવી, આંખો અને મોઢું સુકાઇ જવા આંખો વારંવાર લાલ થઈ દુખાવો થવો, ઠંડીમાં આંગળીઓ સફેદ, ભુરી પડી જવી, મોઢામાં વારંવાર ચાંદા પડવા, તડકામાં મોઢા પર લાલ ચાઠા પડવા, ચામડી ટાઈટ થઈ જવી, મોઢું ખોલવામાં તકલીફ પડવી, લાંબા સમયથી વારંવાર તાવ આવવો તથા ગાઉટની તકલીફ, સોર્યાસીસની તકલીફ છે અને સાંધાઓ દુખે છે તો કન્સલ્ટન્ટ રૂમેટોલોજીસ્ટ ડો.ઈશિતા શાહ અભિપ્રાય આપશે. તેમજ વધુ માહિતી માટે ચિરાગ કટારીયા મો.9033303635 તથા ભાવિન સેજપાલ મો.8511111444 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.