(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ તેમજ જબલપુર ગામ મુકામે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં એપીએમસીના ચેરમેન ભવાનભાઈ ભાગીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ઘોડાસરા, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, ઉપપ્રમુખ દિનેશભાઈ વાધરીયા તથા રસીકભાઈ દલસાણીયા બંને મહામંત્રી રૂપસિંહ ઝાલા તથા ગણેશભાઈ નમેરા તાલુકા કારોબારી ચેરમેન અરવિંદભાઇ દુબરીયા, જિલ્લા પંચાયતના સદસ્યના પતિ નથુભાઈ કડીવાર, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુભાઈ કામરીયા, તથા વકીલ સંજયભાઈ ભાગીયા યૂવા મોર્ચાના મયુર ફેફર તાલુકા ભાજપની મહિલા મોરચાની ટીમ અને જિલ્લા ટીમ ઉપસ્થિત રહેલ હતા.
