ટંકારા પોલીસ ટીમે ચોરી કરતી ત્રિપુટીને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો હતો જે મુદામાલ ચોરીનો હોવાની કબુલાતને પગલે ત્રણેય આરોપી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ટંકારાના મેઘપર ઝાલા ગામના રહેવાસી હકુમતસિંહ ચંદુભા ઝાલાએ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે તેનું શેરડીના રસ કાઢવાનું મશીન કીમત રૂ ૨૦૦૦ વાળું અને આશિષભાઈ અશોકભાઈ તિવારી રહે મીતાણા વાળાની કન્સ્ટ્રકશન સાઈટ પરથી લોખંડ સળિયા અને પ્લેટો આશરે ૧૦૦ કિલો કીમત રૂ ૧૦૦૦ અને વાહનોની બેટરી નંગ ૨ કીમત રૂ ૨૦૦૦ મળીને કુલ ૫૦૦૦ નો મુદામાલ ચોરી કર્યો છે. ટંકારા પોલીસે આરોપી રાહુલ મોહન ચાડપા, રોનક અશોક ચાડપા રહે બંને જંગલેશ્વર રાજકોટ અને ભરત નાનજી ટોયટા રહે વાછ્કપર બેડી તા. રાજકોટ એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે