ટંકારામાં કોલસા ચોરીના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો હતો.
મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય જે પૈકી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયવંતસિંહ ગોહીલ તથા પો.કોન્સ. ભરતભાઇ મિયાત્રાને મળેલ બાતભી આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કોલસા ચોરીના કેસમાં નાસતા ફરતા આરોપી ટીકમારામ ગોપારામ હેમારામ મેઘવાલ (રહે.અકોરા ગામ પોસ્ટ. અકોરા થાણુ- તા.ચોહટન જી. બાડમેર રાજસ્થાન)ને માળીયા ભીમસર ચોકડી ખાતેથી પકડી પાડ્યો હતો. આમ, કોલસા ચોરીના ગુન્હામા છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામા મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.
આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, એલસીબી મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવાણીયા તથા પો.હેડ.કોન્સ. ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, ભરતભાઇ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા, સતિષભાઇ કાંજીયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.