Friday, April 11, 2025

ટંકારાના વીરપર ગામેથી ઈંગ્લીશ દારૂની 56 બોટલો સાથે ચાર ઝડપાયા; એક ફરાર 

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના વીરપર ગામેથી ઈંગ્લીશ દારૂની 56 બોટલો સાથે ચાર ઝડપાયા; એક ફરાર

ટંકારા: ટંકારા તાલુકાના વીરપર ગામેની સીમ વીરપરથી ઘુનડા જતા સ્મશાન વાળા કાચા રસ્તે આરોપી શનીભાઈ શીવાભાઈ બાંભણીયાના કબ્જા ભોગવટા ઝુંપડામાંથી ઈંગ્લીશ દારૂની ૫૬ બોટલો સાથે ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ટંકારા તાલુકાના વીરપર ગામેની સીમ વીરપરથી ઘુનડા જતા સ્મશાન વાળા કાચા રસ્તે આરોપી શનીભાઈ શીવાભાઈ બાંભણીયાના કબ્જા ભોગવટા ઝુંપડામાં વેચાણ કરવાના ઈરાદાથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૬ કિં રૂ. ૪૩૬૦૦ તથા કેફી પ્રવાહી દેશી દારૂ લી.૩૫૦ કિં રૂ. ૭૦૦૦ મળી કુલ કિં રૂ. ૫૦૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી શનીભાઇ શીવાભાઇ બાંભણીયા ઉવ-૧૯ રહે.વીરપર સ્મશાન પાસે ઝુપડામાં તા.ટંકારા, રવિરાજસિંહ કિશોરસિંહ જાડેજા ઉવ-૨૮ રહે.શનાળા પ્લોટમાં તા.જી. મોરબી મુળ રહે.મોટી ચણોલ તા.પડધરી જી.રાજકોટ, ગણેશકુમાર બીલટુભાઇ શાહ ઉવ-૩૨ રહે.વીરપર મેટ્રો ઇન્ડ્રસ્ટીઝ તા.ટંકારા, સમીરભાઇ હનીફભાઇ વીકીયાણી ઉવ-૧૯ રહે. તીલકનગર તા.ટંકારાવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક ઈસમ જયદિપસિંહ ઉર્ફે રાજા મહેન્દ્રસિંહ ઝાલા રહે. શક્તશનાળા તા.જી. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,501,795

TRENDING NOW