મોરબીના ટંકારા તાલુકાના વિરપુર ગામના યુવાનનું વાહન પલ્ટી મારી જતાં ઈજા પહોંચી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપુર ગામે રહેતો પ્રદીપ કૈલાશભાઈ કુસ્વાહ નામનો 32 વર્ષીય યુવાન હડમતીયા થી વિરપર જઈ રહ્યો હતો તે વેળાએ પેપરમીલ પાસેના વળાંકમાં પોતાનું વાહન પલ્ટી મારી જતા પ્રદીપ કુસ્વાહને ઇજા પહોંચી હતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.