ટંકારા તાલુકાના વાઘગઢ ગામે પાણીના ટાંકામાં ડુબી જતાં બાળકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકે નોંધ કરાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા જીયાની ચેતનભાઈ ફેફર (ઉ.વ.૧.૫) વાળાનું ગત તા.૧૧-૦૮-૨૦૨૧ના રોજ સવારે સાડા નવથી પોણા દશ વાગ્યાની વચ્ચે ટંકારાનાં તાલુકાના વાઘગઢ ગામે મોટાં ફળીયામાં પાણીનાં ટાંકામાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. જેની ડેડબોડી ટંકારા સીવીલ હોસ્પિટલ ખાતે લાવેલ છે. ટંકારા પોલીસે અકસ્માતે મોત નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.