Wednesday, April 23, 2025

ટંકારાના વતની અને લખપત તાલુકા વિકાસ અધિકારી મયુર ભાલોડિયાનું હાર્ટએટેકથી મોત

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના વિરપર ગામના વતની અને હાલ કચ્છના લખપત તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા મયુરભાઈ વંસતલાલ ભાલોડિયાનું હાર્ટએટેક આવતા મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મયુરભાઈ ભાલોડિયા પોતાના પરિવાર સાથે નખત્રાણા રહેતા હતા. ત્યારે આજે સવારમાં ફ્રેશ થઈને ઘરેથી નીકળતી વેળાએ હાર્ટએટેક આવતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડી રહ્યા હતા તે વેળાએ ભુજ વચ્ચે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જેથી ભાલોડિયા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. મયુરભાઈ ભાલોડિયા તાજેતરમાં જ તેમના મિત્ર જયસુખભાઈ લીખિયા (જુનાગઢ નાયબ મ્યુનિસિપલ કમિશ્નર) સાથે કેદારકંથાનું સમિટ આરોહણ કર્યું હતું. અને હિમાલય પર્વતમાળાનો અદ્ભૂત નજારો માણ્યો હતો. ત્યારે અચાનક જ પરિવાર વચ્ચેથી વિદાય લેતા પરિવારમાં દુખની લાગણી પ્રસરી છે.

Related Articles

Total Website visit

1,502,226

TRENDING NOW