મોરબી જિલ્લામાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે મોરબીના ટંકારા તાલુકામાં કોરોના કેશોનુ પ્રમાણ વધ્યું છે. અને ટંંકારાના નેસડા સુરજી ગામમાં જાણે યમરાજે પડાવ નાખ્યો હોય, એક અઠવાડિયામાં જ 8 લોકો મોતને ભેટ્યા હતા.
મળતી માહિતી મુજબ ટંકારાના નેશડા સુરજી ગામની ભયાનક પરિસ્થિતિ છે. છેલ્લા એક અઠવાડિયામાં ગંભીર પરિસ્થિતીનું નિર્માણ થયું છે. ગામમાં ઘરે ઘરે માંદગીના કેસો છે. નેસડાસુરજીના લોકો આવી ગંભીર હાલતમાં સારવારની લાચારી વચ્ચે દર્દીઓ તથા તેમના પરિવારના લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. નેસડા સુરજીના અગ્રણી ધીરુભાઈ ભીમાણીના ભાઈ સહિત એક અઠવાડિયામાં આઠના મૃત્યુ થયેલ હોવાનું અરવિંદભાઈ રાજકોટિયાએ જણાવેલ છે.
તેમજ નેસડાસુરજીમાં આરોગ્ય ને લગતી કોઈ સુવિધા નથી. તા.14/4/2021 બુધવારના રોજ એક દિવસમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયેલ છે. 2000ની વસ્તી ધરાવતા ગામમાં વર્ષે આઠ દસ મૃત્યુ થતા હોય છે. તેટલા મૃત્યુ એક અઠવાડિયા માં થયેલ છે. દર્દીઓ સારવાર માટે સરકારી તથા ખાનગી દવાખાનાઓ માં દોડે છે. ત્યાં પણ લાંબી લાઈનો હોય છે. કોરોનાના રેપિડ એન્ટીજન્સી ટેસ્ટ થતા હતા તે સારુ હતું. દર્દીઓને તાત્કાલિક જાણ થતી હતી.આર ટી પી સી આર ટેસ્ટમાં ચોવીસ કલાક બાદ રિપોર્ટની જાણ થાય છે. પોઝિટિવ હોયતો મોબાઈલ નંબર પર મેસેજ આવે છે. નેસડાસુરજીના 8 તારિખ પછીના એક પણ ટેસ્ટ પોઝિટિવ આવેલ નથી. મોબાઈલમાં મેસેજ આવેલ નથી. કોરોના નથી તો લોકોના મૃત્યુ શા કારણે થાય છે. તે લોકોને સમજાતું નથી. લોકો આંશિક લોક ડાઉન રાખે છે. સોશ્યલ ડિસ્ટન્સ જાળવે છે. છતાં પણ લોકોના મૃત્યુ આંકમાં વધારો જોવા મળતા ગામ ચિંતીત બન્યું છે.