Friday, April 11, 2025

ટંકારાના નેકનામ ગામ નજીક ટ્રેક્ટરે રિક્ષાને ઠોકર મારતાં ત્રણ ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના નેકનામ ગામ નજીક ટ્રેક્ટરે રિક્ષાને ઠોકર મારતાં ત્રણ ઈજાગ્રસ્ત

મોરબી: નેકનામથી વાછકપર જતા ગ્રામીણ માર્ગે નેકનામ તળાવ પાસે ટ્રેક્ટરે રિક્ષાને ઠોકર મારતાં બે મહીલા સહિત એક માસુમ મળી કુલ ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારાના વાછકપર ગામે રહેતા અરવિંદભાઈ ગાંડુભાઈ સાકરીયા એ આરોપી ટ્રેકટર નં – GJ-36-R-0341 ના ચાલક ભગવાનજીભાઈ પટેલ રહે નેકનામ તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત ૧૩-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલાવાળૂ ટ્રેકટર નં. GJ-36-R-0341 વાળુ પુર ઝડપે અને મનુષ્યની જીદગી જોખમાઇ તે રીતે ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ખેતમજુર બેઠા હતા તે છકડૉ રિક્ષા જેના નં GJ- 03- Z-3224 વાળીને ઠોકર મારતા લીલાબેન મેડાને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોચાડી તેમજ કાર્તીક ઉ.વ.૦૨ વાળાને ડાબા હાથમા ફેક્ચર જેવી ઇજા પહોચાડી તેમજ શર્મીલાબેન બાભણીયા મુઢ ઇજા પહોચાડી ટ્રેકટર લઇ આરોપી નાશી ગયો હતો. આ બનાવ અંગે અરવિંદભાઈએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,501,797

TRENDING NOW