ટંકારાના નેકનામ ગામે બાઈક ચોરાઈ હોવાની ફરીયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ ટંકારાનાં નેકનામ ગામે ઉગમણી પ્લોટમાં રહેતા અરવિંદભાઈ સુરજીભાઈ લોરીયા (ઉ.વ.૩૧) નું ગત તા.૨૮ના રોજ બે થી સાત વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે ફરીયાદી નું હીરો સ્પ્લેન્ડર GJ-36-AB-1287 (કીં.રૂ. ૭૦,૦૦૦) વાળું મોટરસાયકલ કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયાની ફરીયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.