ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરા બંગાળ ફરવા ગયા હતા. અને કોલકત્તા એરપોર્ટ જઇ રહ્યા હતા અને ત્યાંથી તેમને અમદાવાદ ફ્લાઈટ પકડવાની હતી. પરંતુ ફ્લાઇટ રદ થવાથી તેઓ વોલ્વો બસમાં પાછાં આવી રહ્યા હતા. તે વેળાએ પશ્ચિમ બંગાળના બહેરામપુરામાં તેમની બસનો અકસ્માત સર્જાયો હતો. જેમાં વિશાલભાઇને ગંભીર ઇજાઓ થતાં તેમનું અવસાન થયું હતું.
જેથી વિશાલભાઈ કગથરાની પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મરાર્થે મોરબીમાં પ્લાઝા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ પ્લાઝમાં ડોનર ગ્રુપના સૌજન્યથી મોરબીના પ્રસંગ હોલ, GIDCના નાકે નવા બસ સ્ટેન્ડની બાજુમાં શનાળા રોડ ખાતે આગામી તા.18 મે ના રોજ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી આ કેમ્પ યોજાશે. જેમાં રજીસ્ટ્રેશન માટે મો.97259 19219 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.