ટંકારા તાલુકાના જબલપુર ગામમાં આર્ટ ઓફ લીવીંગ ટંકારા અને આર્ટ ઓફ લીવીંગ મોરબી પરિવારના સંયુક્ત ઉપક્રમે 6 દિવસીય હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા રવિશંકરના વિઝન સ્વરૂપે દરેક ગામમાં લોકોને તંદુરસ્ત અને નીરોગી બનાવવાના સંકલ્પ સાથે યોગ, પ્રાણાયામ અને ધ્યાનની ગહન અનુભૂતિ કરાવવા જબલપુર ગામમાં હેપીનેશ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું જેમાં આર્ટ ઓફ લીવીંગ પરિવારના ટીચર જ્યોત્સનાબેન ઘોડાસરા, આર્ટ ઓફ લીવીંગ મોરબી જીલ્લાના DDC મેમ્બર તેમજ જબલપુર ગામના વતની ભરતભાઈ કામરીયાના સંયુક્ત પ્રયાસોથી કોર્ષનું આયોજન કરાયું હતું.
આ હેપીનેશ પ્રોગ્રામમાં સીનીયર ટીચર્સ ભારતીબેન કાથરાણી, વિજયભાઈ જોબનપુત્રા અને ડો. હર્ષાબેન મોર દ્વારા સરળ ભાષામાં ગામડાના દરેક વ્યક્તિ સમજી સકે તેવી સરળ શૈલીમાં જ્ઞાન પીરસ્યું હતું જે હેપીનેશ પ્રોગ્રામમાં આસપાસના ગામમાંથી ૪૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. પુર્ણાહુતી પ્રસંગે સીનીયર અને ઇન્ટરનેશનલ ટીચર દીપકભાઈ પંજાબીએ ગામ લોકોને સહજ ધ્યાનથી તેમજ યોગ અને પ્રાણાયામના ફાયદા વિષે માહિતી આપી હતી. જબલપુર ગામના સરપંચ કિશોરભાઈ કાસુન્દ્રા અને ટંકારા તાલુકા ભાજપના પ્રભુભાઈ કામરીયા સહિતના અગ્રણીઓએ સહયોગ પૂરો પાડ્યો હતો.