Friday, April 11, 2025

ટંકારાના કવિયત્રી શિક્ષિકા જીવતીબેન પીપલીયાના બાળ કાવ્ય સંગ્રહ ‘પરીબાઈની પાંખે’પુસ્તકનું વિમોચન કરાયું.

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના કવિયત્રી શિક્ષિકા જીવતીબેન પીપલીયાના બાળ કાવ્ય સંગ્રહ ‘પરીબાઈની પાંખે’પુસ્તકનું વિમોચન કરાયું.

બાળકો ગાઈ શકે તેવા સાઈઠ બાળગીતોનો રસથાળ એટલે ‘પરીબાઈની પાંખે’ બાળ કાવ્ય સંગ્રહ

મોરબી પંથકમાં ઘણાં બધાં કવિ લેખકો દ્વારા અવનવું સાહિત્ય સર્જન થતું રહે છે, જેમાં મોટાભાગના સાહિત્યનું લેખન શિક્ષકો દ્વારા થાય છે, ડો.અમૃત કાંજીયા, શૈલેષ કાલરિયા, સંજય બાપોદરિયા, પ્રકાશભાઈ કુબાવત વગેરે લેખકોએ બાળ સાહિત્યનું સર્જન કર્યું છે, બાળવાર્તા, બાળગીતો લખ્યાં છે ત્યારે ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રા.શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જીવતીબેન પીપલીયાની કલમથી લખાયેલ બાળકાવ્ય સંગ્રહ પરીબાઈની પાંખે કાવ્યના વિમોચન કાર્યક્રમ ટંકારા તાલુકાની આર્યમ્ વિદ્યાલય ખાતે યોજાઈ ગયો. જેમાં જાણીતા સાહિત્યકાર યશવંત મહેતા કે જેમને 450 જેટલા પુસ્તકો લખ્યા છે જે પૈકી 100 જેટલી કિશોર કથાઓ તો બાળકો માટેની છે .તેમજ નટવર ગોહેલ એમને પણ 400 જેટલા પુસ્તકોનું લેખન કરેલ છે અને તાજેતરમાં જ સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ ગુજરાત ગૌરવ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, બાળસાહિત્યના એમને પણ 100 પુસ્તકો લખ્યા છે. શિક્ષક અને લેખક ધર્મેન્દ્ર પટેલ, ફિલ્મ સ્ક્રીપ્ટના લેખક નવલકથા અને નવલિકા સંગ્રહના લેખક જેમના 90 નેવું જેટલા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે, સ્નેહલ નિમાવત વર્તમાન પત્રના જાણીતા કટાર લેખક, પ્રવીણ પ્રકાશનના પ્રકાશક ગોપાલ પટેલ જેમને પ્રકાશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે ઉપરાંત

કમલેશ કંસારા, ડો.સતિષ પટેલ, પ્રકાશ કુબાવત વગેરે લેખકો તેમજ ભરતભાઈ વિડજા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી તેમજ નિલેશભાઈ રાણીપા જિલ્લા શિક્ષણાધિકારી મોરબી તેમજ ખુબજ મોટી સંખ્યામાં શિક્ષણવિદો, રાજકીય હસ્તીઓ, શિક્ષકો, સી.આર.સી., બી.આર.સી. વગેરેની ઉપસ્થિતિમાં તમામ મંચસ્થ મહાનુભાવો તેમજ ડો.ચેતનાબેન વ્યાસ અને જાણીતા માનીતા સાહિત્યકાર એવા નટવર પટેલે ઓડીઓ વીડિયોના માધ્યમથી બાળ કાવ્યના લેખિકા જીવતીબેન પીપલીયાને બાળ કાવ્ય સંગ્રહ દ્વારા બાળકોની કલ્પના શક્તિ વિકસાવવાની સુંદર પ્રવૃત્તિને બિરદાવી હતી, વધાવી હતી અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને એમની લેખન યાત્રા સતત અવિરત ચાલતી રહે એવી અભિલાષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના પચીસ જેટલા લેખકો, કવિઓ, મહાનુભાવો, શિક્ષણવિદો વગેરેનું વિશિષ્ટ સન્માન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટના પૂર્વ નાયબ નિયામક ડો.ચેતનાબેન વ્યાસ લિખિત પુસ્તક યોગ વિયોગ અને મહર્ષિ દયાનંદ સરસ્વી લિખિત સત્યાર્થ પ્રકાશ પુસ્તક અર્પણ કરી ખેસ પહેરાવી અદકેરું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી તેમજ ભાવેશભાઈ સંઘાણી પ્રિન્સિપાલ છત્તર શાળા અને જી.સી.ઈ.આર.ટી.ના એસ.આર.જી.એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઈ રાજકોટિયા રમણિકભાઈ વડાવિયા, દેવ પડસુંબિયા, ડાયાલાલ બારૈયા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા તેમજ આર્યમ વિદ્યાલયના આચાર્ય, સંચાલક અને શિક્ષકો તેમજ અન્ય શિક્ષકોએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,501,798

TRENDING NOW