Friday, April 18, 2025

ટંકારાના ઓટાળા ગામે યુવકને આપી જાનથી મારી નાંખવાની ધમકી 

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના ઓટાળા ગામે યુવકને આપી જાનથી મારી નાંખવાની ધમકી

ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે નિકુલભાઈ તથા રોહીતભાઈને જમીન રસ્તા બાબતે ઝગડો થયો હોય જેમાં નીકુલભાઈ આરોપીના કુટુંબી હોય જેથી યુવક સરપંચ તરીકે આરોપીને સમજાવવા જતા આરોપીને સારૂં નહી લાગતા યુવકને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા સુરેશભાઈ નથુભાઈ પરમાર (ઉ.વ.૩૫) એ તેમજ જ ગામના આરોપી અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ઓટાળા ગામની સિમમા ઓટાળા ગામના નિકુલભાઇ નરભેરામભાઇ તથા વાછકપર ગામના રોહીતભાઇ નાનજીભાઇ ફાંગલીયાને જમીનના રસ્તા બાબતે ઝગડો થયેલો અને જેમા નિકુલભાઇ આરોપીના કુટુંબી ભાઇ હોય જેથી ફરીયાદી તેના સમાધાન બાબતે સરપંચ તરીકે આરોપીને સમજાવવા જતા તેને સારુ નહી લાગતા ફરીયાદીને જાતી પ્રત્યે હડધુત કરી અપમાનીત કરી જેમ ફાવે તેમ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,051

TRENDING NOW