ટંકારાથી ટોળ ૯.૮૯ કીલોમીટર રોડને રૂ.૬,૬૪ કરોડના ખર્ચે બનાવવા મંજુર થઈ ગયેલો હોવા છતા નવનિર્મિત માટે જોવાતુ મુર્હુત બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયાએ કરી રજુઆત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટોળ અમરાપર જવાનો રોડ મગરપીઠ જેવો ખખડધજ બની જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ટંકારાથી ટોળ ૯.૮૯ કીલોમીટર લંબાઈ ધરાવતા આ રોડની અત્યંત બિસ્માર હાલત થઈ જતા નાના મોટા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ટંકારાને જોડતો આ એકમાત્ર રોડ હોય ટંકારા જવા માટે ટોળ અમરાપર કોઠારીયા સહીતના ગામડાઓના ડીલીવરી કેસ અને અન્ય દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેથી આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને એક જ સવાલ ઉઠી રહ્યો છે રોડનુ નવનીકરણ ક્યારે થશે ત્યારે આ રોડને જાન્યુઆરી માસમાં જ નવો બનાવવા માટે સરકારે રોડના કામને મંજુરી આપી દીધી હોય પાંચ માસ જેટલો સમય વિતી ગયો હોવા છતા મગનુ નામ મરી પાડવાનુ નામ નથી લેતા તેમ હજુ સુધી કામ શરૂ કરાયુ નથી ટંકારાના અમરાપર ટોળ ગામનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય જ્યાંથી બાઈક લઈને નીકળવું પણ મુશ્કેલ છે. જે રસ્તાના કામને જાન્યુઆરી ૨૦૨૧ના ચાલુ વર્ષમાં મંજુરી પણ આપી દેવામાં આવી છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ટંકારા પડધરી મત વિસ્તારમાં આવતા ટંકારા અમરાપર ટોળ રોડ જેની કુલ ૯.૮૯ કિલોમીટર લંબાઈ રોડ માટે રૂ.૬.૬૪ કરોડ કામને મંજુરી આપવામાં આવી છે.
છતા આ રોડના નવનીકરણ માટે સારા મુર્હુત કે ચોઘડીયાની રાહ જોવાતી હોય તેવો ઘાટ સર્જાયો છે કે પછી એવો ક્યો ગ્રહ નડે છે કે ૬ મહીના વિતી ગયા હોવા છતા રોડના નવનિર્માણના કોઈ ઠેકાણા નથી જેનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે આ રોડને બનાવવા અનેક રજુઆત થઈ હોય હવે સરકારે રોડ મંજુર કર્યો છે. તો હવે સ્થાનિક તંત્ર આડોડાઈ કરી એકબીજાને ખો આપી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે આ રોડને ૬ કરોડથી વધુની રકમથી મઢવા રોડની ૯.૮૯ કીલોમીટર લંબાઈ સાથે હાલ ૩.૭૫ મીટરમાંથી ૫.૫૦ મીટર પહોળો કરવા રોડનો જોબનંબર આપી દેવાયો છે. જેથી ટંકારાથી ટોળ ગામના રોડનુ કામ શરૂ કરવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયા દ્વારા રજૂઆત કરાઈ છે.