ટંકારા: ટંકારાના અજંતા કારખાનાની સામે આવેલ એશિયન ફલેક્સિપેક કારખાનાની ઓરડીમાં પરણીતાએ ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી છે.
મળતી માહિતી મુજબ ટંકારાના અજંતા કારખાનાની સામે એશિયન ફલેક્સિપેક કારખાનાની ઓરડીમાં રહેતા ૨૦ વર્ષીય નિતાબેન પંકજભાઈ બાવળીયા (મુળ.રહે.દાહોદ) એ ગઈકાલના રોજ કોઇપણ કારણોસર ગળો ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. જેનો લગ્ન ગાળો બે માસ છે. ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી પરણીતાએ કયા કારણોસર ગળો ફાંસો ખાધો તે દિશામાં તપાસ શરૂ કરી છે.