હળવદ: હાલ દેશમાં ખૂણે ખૂણે અનેક સ્પર્ધાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ઝાલાવાડ ખાતે પણ સુપર સિંગર સ્પર્ધાનું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે.જ્યાં ગુજરાત ભરમાંથી અનેક નામી અનામી સિંગારો સ્પર્ધામાં ભાગ લેવા પહોચ્યા હતા.આ સ્પર્ધામાં અલગ અલગ રાઉન્ડ પાસ કરવાના હોય છે. જેમાં ઓડીશન રાઉન્ડ પછી પ્રથમ, સેકન્ડ,ત્રિતિય રાઉન્ડ બાદ નિર્ણાયકો દ્વારા પસંદગી પામતા સીંગરોને પસંદ કરવામાં આવે છે.

જેમાં હળવદ જાનીફળી ખાતે રહેતા હળવદના ભવિષ સનતકુમાર જોષી આ સ્પર્ધાના દરેક રાઉન્ડમાં પ્રથમ ૧ નંબર થી પાસ થઈને સેમી ફાઇનલ રાઉન્ડ પાસ કરી ફાઇનલમાં નિર્ણાયકો એ તેમના પર કળશ ઢોળ્યો છે.અને ભવિશ જોષીને ફાઇનલ રાઉન્ડમાં પહોચાડ્યા છે. આ અગાઉ ભવિશ જોષી ભારતનો સીંગીંગ શો ઇન્ડિયન આઇડલમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. આથી ભવિષ સનતકુમાર જોષીએ હળવદ તેમજ હળવદ બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે.