જોડિયા વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજના નો વિકાસ ગાંડો થયો_!
જોડિયા:- એક કહેવત પ્રમાણે ૧૨.વરષે બાવા બોલે છે. એ કહેવત જોડિયા ની ભુગર્ભ ગટર યોજના સાથે સાર્થક થઈ રહી છે. ૧૯૧૨ ના સમયગાળા તાલુકા મથક જોડિયા વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજના નો પાયો નાખ્યો હતો. ૧૯૧૫ માં સરકારે જોડિયા ગ્રામ પંચાયત ને ભુગર્ભ ગટર ની કામગીરી સોપાઈ હતી તે દિવસ થી પંચાયત તંત્ર અને ગામજનો માટે નિષ્ફળ નિવડેલ ભુગર્ભ ગટર માથાં નો દુખાવો સાબિત થતાં ગામલોકો માટે ભુગર્ભ ગટર નો વિકાસ ને ગાંડો તરીકે લેખી રહયા છે. બે દિવસ પહેલા બજાર ની ચારચોક વિસ્તારમાં ભુગર્ભ ગટર ની કુંડી ઉભરાતા દુષિત પાણી ને કારણે વેપારીઓ વચ્ચે બોલાચાલી અને મારામારી ની નોબત સુધી પહોંચી તયાર બાદ પંચાયત તંત્ર દ્વારા જેટિંગ મશીન ના વાહન દ્વારા કુંડી ની સફાઇ ની કામગીરી કરીને ગટર ની કુંડી નું ઢાંકણુ ખુલું મકી દેતા રાહગીરો અને વાહન ચાલકો માટે જોખમ ને આમંત્રણ આપવા જેવું છે. બજાર ના વેપારીઓ વર્ષ ચાર પાંચ વાર ભુગર્ભ ગટર ના દુષિત પાણી ની વ્યથા ભોગવી રહ્યા છે. અહેવાલ રમેશ ટાંક જોડિયા. ૧૬/૮/૨૪.