જોડિયા વિસ્તારમાં ગાંડી વેલના ના આંતક થી વીજ તંત્ર બે ખબર_!
જોડિયા :- ચોમાસા દરમ્યાન અનેક વનસ્પતિ ઉગી આવે છે તેમાં થી એક ગાંડી વેલ પોતાની અસ્તિત્વ ધરાવે છે. જેનો શિકાર વીજ તંત્ર નો થાંભલા વધુ હોય છે. આવું જ કંઈ જોડિયા ના સીમ વિસ્તારમાં જોવા મળેલ. ચોમાસા પહેલાં વીજ તંત્ર ની લાઈન ના પ્રવાહ ને સુરક્ષિત રાખવા માટે નડતર રૂપે વૃક્ષો ને દુર કરવાની કામગીરી કરાતી હોય છે. પરંતુ દુર દરાજ વિસ્તારમાં આવી કામગીરી ના અભાવે ગાંડી વેલ ને મોકો મળી જતો હતો છે અને પછી વેલ પોતાના વિકાસ વીજ તંત્ર ના થાંભલા પર બતાવે છે જોડિયા ના ઉંડ નદી ના ઉપલાં કાંઠે ફુલવાડી વિસ્તાર ના સીમ વિસ્તારમાં આવેલ વીજ તંત્ર ના થાંભલા સહિત ટી. સી ને ઘેરી વળેલ છે. વીજ પ્રવાહ થી કોઈ નો ભોગ લેવાય તે પહેલાં વીજ થાંભલા થી ગાંડી વેલ ને દુર કરવા ની કામગીરી જોડિયા ની વીજ તંત્ર દ્વારા વહેલી તકે થાય તેવું સીમ વિસ્તાર ના ખેડૂતો ઈચ્છી રહયાં છે. _! અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૨૧/૯/૨૪.