જોડિયા માં રામવાડી ના મંહત શ્રી ભોલેદાસ મહારાજ ની છઠી પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈ_!
જોડિયા:- ગામમાં “રામવાડી” ને વિકસવા માં વડેરા પરિવાર સાથે પુજય ભોલેદાસ મહારાજ નો સિંહ ફોળો રહ્યો છે.૧૯ વી શતાબ્દી માં જે સ્થાને જોડિયા ના સંત શ્રી ધરમ લાલ બાપા નું અન્નક્ષેત્ર મેળવવા આવતું હતું જે સ્થળ કાળાંતરે સુમસામ વિરાન હતું તે સ્થાને મધ્ય પ્રદેશ ના ઉદાસીન પરંપરા ના એક યુવા સાધુ નું દલનાવાસ માં વિરાજી રહયાં. શ્રી પંચનાથ મહાદેવ મંદિર માં આગમન સાથે મહાદેવ જી પૂજાવિધિ કરતાં હતાં બાદ ના દિવસોમાં પંચનાથ મહાદેવ મંદિર ભોલેદાસ મહારાજ ને રાસ ન આવતાં આજ નું. રામવાડી તે સમય તપ ધ્યાન માટે આસરો લીધો અને તે સમય દરમ્યાન વડેરા પરિવાર સહયોગ થી સૌરાષ્ટ્ર ના સંત જયશ્રી ભોલેબાબા ની પ્રેરણા અને આશીર્વાદ થી રામવાડી માં જયોતિ સ્વરૂપ બાલાજી હનુમાનજી મહારાજ ની મંદિર માં સંત શ્રી ભોલેબાબા ની ઉપસ્થિત માં વિધિવિધાન સાથે હનુમાનજી ની સ્થાપના કરાઈ હતી. ત્યારબાદ રામવાડી વિસ્તાર ધાર્મિક ક્ષેત્રે સનાતન તરીકે નવી ઓડખ ઉભી થઈ. અને સંત ઉદાસીન કુટીર રામવાડી ના મંહત પદે ભોલેદાસ જી મહારાજ વિરાજી ને હનુમાનજી મહારાજ ની સેવા પુજા કરતાં હતાં. વર્ષ ૨૦૧૮ માં માગસર સુદ પૂનમ દિવસે બહમલીન થયેલ જે ની છઠી પુણ્ય તિથિ નિમિત્તે વડેરા પરિવાર સાથે રામવાડી ના સેવકો દ્વારા પુજય ભોલેદાસ મહારાજ નું પુજનવિધ તથાં ભંડારા બટુક ભોજન જેવા. કાર્યક્રમ રવિવાર ૧૫/૧૨/૨૪ દિવસે યોજવા માં આવેલ. __! અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૧૬/૧૨/૨૪.