જોડિયા:- છેલ્લા. ૬ માસ થી કણબી ના ચોરા અને બારી શેરી વચ્ચે ભુગર્ભ ગટર ની કુંડી જામ હોવા ને કારણે દુષિત પાણી છલકાઈ ને માર્ગ પર વહેતાં આસપાસ ના રહેણાંક અને બે ધાર્મિક સ્થળ સુધી દુષિત પાણી વચ્ચે લોકો મજબૂરી અવરજવર કરી રહ્યાં છે. શાસકપક્ષ ના ચુંટાયેલા જોડિયા બેઠક ના તા, પંચાયત ના ઉપપ્રમુખ તથા પુર્વ જીલ્લા પંચાયત ના પ્રમુખ સમક્ષ જોડિયા ની ભુગર્ભ ગટર ની ગંભીર સમસ્યા અંગે રજુઆત બાદ જોડિય પંચાયત નું નિર્દય તંત્ર નું પેટ નું પાણી હલતું નથી.જેટિંગ મશીન દ્વારા આ બે વિસ્તારમાં વર્ષ દરમ્યાન ૪ વાર જામ થયેલી કુંડી ની સફાઇ ની કામગીરી કરાઈ હતી. છતાં કુંડીઓ માં થી દુષિત પાણી માર્ગ વહી રહ્યું છે ૩ તારીખ થી નવરાત્રી મહોત્સવ નિમિત્તે ઉપરોક્ત વિસ્તારમાં વર્ષો થી ૪ જેટલી ગરબી મંડપ નું આયોજન કરાય છે. એક તો ગામમાં અંધકાર રાત્રિ સમયે લોકો જીવ ના જોખમે અવરજવર કરવા મજબુર છે. અહેવાલ- રમેશ ટાંક જોડિયા.