જોડિયા માં તિરંગા યાત્રા દરમ્યાન કેબીનેટ મંત્રી અને જીલ્લા અધિકારી ને જોડિયા માં છલકાતાં ભુગર્ભ ગટર નો કટુ અનુભવ_!
જોડિયા:- ગુજરાત સરકાર પ્રેરિત જોડિયા માં તિરંગા યાત્રા દરમ્યાન કેબીનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ અને જીલ્લા કલેકટર ઉપરાંત રેલી ના માર્ગ પર ઉભરાતી ભુગર્ભ ગટર ના દુષિત પાણી વચ્ચે તિરંગા યાત્રાઓ ને પ્રસાર થતાં કાર્યક્રમ ના સમાપન બાદ જોડિયા તાલુકા પંચાયત કચેરી માં કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ એ જોડિયા ની ભુગર્ભ ગટર બાબત સ્થાનિક અધિકારી અને સતાપક્ષ ના પદાધિકારીઓ નું કલાસ લેતા અધિકારી અને પદાધિકારીઓ તરહ તરહ ના બહાના કાંઠેલ. ભુગર્ભ ગટર ના પ્રશ્નો રોડ મેપ દ્વારા ઉકેલ લાવા ની ખાત્રી અને વચનો ગામલોકો માટે ચુંટણી દરમ્યાન લોલીપોપ જેવું. ૨૦૧૫ થી. જોડિયા ની પ્રજા ભુગર્ભ ગટર ની સમસ્યા થી પિડાઈ. રહી છે. ગામલોકો ની નબળાઈ ને કારણ લોકશાહી ના નામે અધિકારી/ સતાપક્ષ રાજયશાહી ભોગવી રહ્યા છે. જોડિયા માં વિરોધ પક્ષ અને સતાપક્ષ નું યારી જગ જાહેર લોકો ને અનુભવ કરાવે છે.
અહેવાલ રમેશ ટાંક જોડિયા. ૧૨/૮/૨૪