જોડિયા ની C. H. C. હોસ્પિટલમાં સર્વ રોગ નિદાન કાર્યકમ યોજાયેલ _!
જોડિયા :- ગામડા વિસ્તારમાં દરદીઓ ને ઘર આંગણે વિવિધ રોગો નું નિદાન અને સારવાર મળી રહે તે હેતુ થી રાજ્ય સરકાર દ્વારા P. M ની આયુષ્ય ભવ હેઠળ તાલુકા સ્તરે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન જોડિયા ની સામુહિક આરોગ્ય કેન્દ્ર માં તાજેતરમાં યોજય ગયું જેમા જામનગર જીલ્લા ના જી. જી હોસ્પિટલ ના તબીબો દ્વારા ઉપસ્થિત રહીને ૨૫૦ જેટલા દરદીઓ નું નિદાન અને સારવાર સાથે વિનામુલ્યે દવાઓ અપાઈ હતી. આરોગ્ય કેમ્પ નું જીલ્લા પંચાયત ના પુવૅ પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા ના હસતે દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે જોડિયા માર્કેટ યાર્ડ ના વાયસ ચેરમેન ચિરાગ વાંક તથા જોડિયા તાલુકા ભાજપા ના પુવૅ મહામંત્રી ભરત ભાઈ ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પ ને સફળ બનાવવા માટે જોડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક અને અન્ય કર્મચારીઓ સેવા આપી હતી. અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૧૭/૧૧/૨૪.