જોડિયા ની એક ગરબી મંડળ કોમી એકતા નું દર્શન કરાવે છે _!
જોડિયા :- નવરાત્રી મહોત્સવ દરમ્યાન જોડિયા ના મધ્ય માં ગાંધી શેરી ની શ્રી ગાયત્રી ગરબી મંડળ દ્વારા સાત દાયકા થી ભટટ પરિવાર અને શેઠ પરિવાર દ્વારા ગરબા નું આયોજન કરાય છે અને મુસ્લિમ બાળા પણ આસ્થા અને શ્રધ્ધા સાથે ગરબા રમે છે. દર નવરાત્રી મહોત્સવ માં જોડિયા ના લધુમતી સમાજ ખ્યાર ભાઈઓ સંગીત ના સથવારે પ્રાચીન/ અર્વાચીન ગરબા ગરવાની ગરબે રમતી બાળાઓ રમઝટ બોલાવવા પોતાનું યોગદાન આપી રહયાં છે .વરસો થી વિના મૂલ્યે ગામના બાપ-દિકરા ગરબીમાં સાજવૃંદ તરીકે અબબાસ ભાઈ ખ્યાર. અને એજાજ ખ્યાર માતાજી ના ગરબા ગાઈ રહ્યા છે. તેમનાં સુર ને ઝીલીને ગામની દિકરી ખ્યાતિ બેન ગોસ્વામી અને રિયાબેન સિરોયા દ્વારા પોતાના મધુર કંઠે ગરબી રમતી બાળાઓ ને રાસ રમાડી રહી છે. ભટ્ટ પરિવાર પોતાના સવ ખર્ચે ગરબી નું આયોજન કરતાં આવ્યા છે. ગરબીના કર્તા ધરતાં ભટ્ટ પરિવાર ના અગ્રણી બકુલભાઈ અને તેમના પુત્રો નિતેશ.પુનિત.રાજીવ વગેરે ની દેખરેખ હેઠળ ગરબી યોજાઈ રહી છે. ગરબી મંડળ દ્વારા લાહણી અને નોમ ની રાત્રિ ઈશ્વર વિવાહ સાથે ગરબી ની પુણાહુતિ _! અહેવાલ રમેશ ટાંક જોડિયા.