જોડિયા ની આયુર્વેદ/હોમયાપેથિક હોસ્પિટલમાં મહત્વ ના તબીબોએ/ કર્મચારીઓ નો ઘટ _!
જોડિયા:- છેલ્લા ત્રણ દાયકા થી તાલુકા નુુ એકમાત્ર આયુર્વેદ ની સાથે હોમયાપેથિક હોસ્પિટલ ની આરોગ્ય ક્ષેત્રે મહત્વ સેવા આપવવા માટે તાલુકા ના ૩૭ ગામો ઉપરાંત ધોરલ સહિત અન્ય ગામોઓ થી ગંભીર દરદીઓ આયુર્વેદ /હોમયાપેથિક ની નિદાન અને સારવાર માટે મોટી સંખ્યામાં આવતાં હાય છે. સુત્રો થી જાણવા મળેલ હાલના સમયમાં આયુર્વેદ અને હોમયાપેથિક માં મહત્વ નુ સ્થાન ખાલી જોવા મળી રહે છે. તાજેતરમાં જોડિયા આયુર્વેદ (R.M.O) તબીબ નું જામનગર જિલ્લા ની આયુર્વેદ હોસ્પિટલમાં પ્રમોશન સાથે બદલી થતાં ચાર માસ થી પદ ખાલી છે. તે ઉપરાંત છેલ્લા એક વર્ષ થી હોમયાપેથિક માં મુખ્ય તબીબ ની પોસ્ટ ખાલી જોવા મળે છે. તથા બે નર્સ ની પોસ્ટ ખાલી છે તથા છ માસ થી કલાર્ક તથા ફારમેશનની જગ્યા પર ખાલી પડેલી છે. ઉપરોક્ત પોસ્ટ પર બહાલી માટે જોડિયા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા જામનગર જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ તથા રાજય સરકાર ના આરોગ્ય વિભાગ ના મંત્રી શ્રી સુધી રજુઆત કરાઇ છે. _! અહેવાલ- રમેશ ટાંક. જોડિયા. ૨૦/૩/૨૫.