જોડિયા તા. પંચાયત ની મિનિટ બેઠક માં પદાધિકારીઓ ગેર હાજર_!
જોડિયા:- પંચાયત ધારા મુજબ ચુંટાયેલા પ્રતિનિધિ અને સરકારી અધિકારીઓ વચ્ચે પ્રજાકીય પ્રશ્નો નો નિકાલ ઉપરાંત વિકાસ કોમો અંગે રજુઆત પંચાયત બોડી દ્વારા બેઠક માં તા, વિ, અધિકારી તથા મામલતદાર ની ઉપસ્થિત નિણર્ય લેવાતો હોય છે. બૈઠક માં ચર્ચા વિચારણા બાદ ની નોંધ જીલ્લા પંચાયત ને મોકલાતી હોય છે. ૨૮ તારીખ નવેંબર નો અંતિમ માસ માં યોજાયેલ તા, પંચાયત ની બેઠક માં પદાધિકારીઓ/ સભ્યો નદારત હતાં તે અંગે જાણવા મળેલ. જયારે આ પહેલા ની પંચાયત બોડી ના પદાધિકારીઓ દ્વારા દર ગુરુવારે પોતાની ચેમ્બર માં ગામડાઓ થી આવતા અરજદારો ની રજુઆત સાંભળતા હતા તેવી પરંપરા ચાલુ પંચાયત બોડી માં અભાવ જોવા મળે છે.કહેવત પ્રમાણે” નામ બડે દર્શન છોટે” જેવી સ્થિતિ ભાજપા શાસનકાળ તાલુકા ની પ્રજા અનુભવ કરી રહી છે. _! અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૨૮/૧૧/૨૪.