જોડિયા ગામના સ્મશાન ના લાભાર્થે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નુ આયોજન! જોડિયા:- સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બીજી વાર સ્મશાન ના લાભાર્થે માટે ૯/૪/૨૪ થી શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું સ્મશાન માં વિરાજતા શ્રી મુકતે શ્રવર મહાદેવ જી ના સાંનિધ્યમાં યોજાશે. બે વર્ષ પહેલાં શ્મશાન ના લાભાર્થે ભાગવત કથા યોજાઈ હતી. ચાલું વરસે ચૈત્ર સુદ ૧ તા. ૯/૪/૨૪.કથા નુ મંગલ પ્રારંભ થશે અને ૧૭/૪/૨૪.ના રોજ કથા વિરામ પામશે કથા ના વકતા તરીકે ધુતારપુર ના શ્રી મનોજ કુમાર આર જાની વ્યાસ પીઠ પર વિરાજી ને કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. કથા દરમ્યાન વકતા દ્વારા વિવિધ માંગલિક હેઠળ મહાત્મય ની કથા. શ્રી શિવ પ્રાગટ્ય. શ્રી સતી પ્રાગટ્ય. શ્રી શિવ વિવાહ. શ્રી ગણપતિ પ્રાગટ્ય. શ્રી રુદ્રાક્ષ- ભસ્મ નો મહિમા. શ્રી દ્વાદશ જયોતિર્લિંગ મહાત્મ્ય વગેરે ધાર્મિક પ્રસંગો ની ઉજવણી ભક્તિમય વાતાવરણ માં ઉજવણી શિવભક્તો ની ઉપસ્થિત ઉજવાશે. કથા પુવૅ પોથી યાત્રા ગામના મધ્ય માં આવેલ શ્રી બાલકૃષ્ણ હવેલી અને તિકમરાય મંદિર થી વાજતેગાજતે કથા મંડપ સુધી નુ આયોજન કરાયું છે. કથા દરમ્યાન ભાવિકો માટે પ્રસાદ ની વ્યવસ્થા કપાઈ છે. કથાના આયોજકો ભરતસિંહ ઝાલા. હરીશ જોષી. હરિસિંહ નકુમ. હસમુખ ભાઈ કોઠારી. કનુભાઈ રાચછ. મનીષભાઈ વ્યાસ દ્વારા કથા જવાબદારી સંભાળી રહ્યા છે.જોડિયા ના સમસ્ત હિન્દુ સમાજ ને કથા શ્રવણ નો લાભ લેવા જાહેર માં વિનંતી કપાઈ છે _! અહેવાલ – રમેશ ટાંક જોડિયા. ૬/૪/૨૪.


